કૃષ્ણના વૈકુંઠ વાસ પછી તેમના માતાપિતાનું શું થયું, જાણી લો અહિં
ભગવાન વિષ્ણુના છેલ્લા અવતાર એવા કૃષ્ણ ભગવાનના વૈકુંઠ વાસ સાથે જ કળિયુગની શરૂઆત થઈ. જો કે તેઓ કળિયુગમાં કલ્કી અવતાર તરીકે ફરીથી જન્મ લેશે તેમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મનો નાશ થશે અને અધર્મ ફૂલશે ફાલશે ત્યારે ત્યારે તેઓ જન્મ લેશે. પણ ભગવાન કૃષ્ણની વિદાય સાથે દ્વાપર યુગનો અંત આવ્યો. ભગવાન કૃષ્ણ પછી કૃષ્ણના માતા પિતા સાથે જે બન્યુ તે જાણો છો. આજે અમે તમને જણાવીશું.
મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડાઈ ગયાં પછી શું કૃષ્ણ તેમના માતા પિતાને ક્યારેય મળ્યા હતા? શું કૃષ્ણ તેમના માતા-પિતાની સાથે રહ્યાં હતાં? તેમના માતા પિતાનું શું થયું? દ્વારકા પહેલાં જ સ્થાપિત થયેલું હતું? જેવા પ્રશ્નો તમને સતાવતા હોય તો વાંચો આગળ.
કૃષ્ણના માતા યશોદા
જે કૃષ્ણને મોટાં કરવામાં સગી માતા કરતાં પણ વિશેષ સ્નેહ વરસાવનારા માતા જશોદા વિશે કૃષ્ણ મોટાં થઈ ગયાં પછી શું. તે વિશે ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી. જો કે એવું કહેવાય છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી તરતજ કૃષ્ણ પોતાના માતા પિતા યશોદા અને નંદબાબાને મળવા પહોંચ્યા હતા. જે કે તેમની માતાની હાલત ત્યારે જ અતિ કથળેલી હતી. તેઓ પથારીવશ હતા. કૃષ્ણને એ વાતનું સૌથી વધું દુઃખ થયું હતું કે તેમમની 16000 પત્નીઓ હોવાં છતાં તેમના એક પણ લગ્નની અંદર તેઓ હાજર નહોતા રહી શક્યા. તેમના માતા પિતા કૃષ્ણની કોઈએક પત્ની સાથે પણ નહોતાં રહી શક્યા. જો કે તેમના માતા પિતાએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના આગામી જીવનમાં તેમના તમામ લગ્ન જોવા સક્ષમ હશે. આ રીતે તેમણે વેંક્ટેશ્વર અને વકુલા દેવી તરીકે ફરી જન્મયા હોવાનું સાઉથમાં માનવામાં આવે છે.
કૃષ્ણના પિતા વસુદેવ
કૃષ્ણ ભગવાનને જ્યારે તેમના પગમાં તીર વાગ્યું ત્યારે તેમણે આ દુન્યવી જગત છોડી દીધું. એવું કહેવામાં આવે છે કે જ્યારે તેમના પિતાને આ સમાચાર મળ્યા ત્યારે તેમને બહું જ આઘાત લાગ્યો હતો. તે આઘાતમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તીર વાગવા છતાં કૃષ્ણ પોતાનું શરીર છોડીને પોતાના મૂળભૂત વિષ્ણુ સ્વરૂપમાં આવી ગયા હતા. પિતાના મૃત્યુ પછી તેઓ વૈકુંઠ સીધાવી ગયા હતા.
માતા દેવકી
કૃષ્ણ અને વસુદેવના મૃત્યુના સમાચાર સાંભળીને દેવકી ભારે વ્યથિત થઈ ગયા હતા. તેઓ સતી થઈ ગયા હતા.
કૃષ્ણના પિતા નંદ
નંદ વિશે કહેવાય છે કે તેઓ ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન શિવના ગણ( સહાયક) થઈને આવ્યા અને તેમને ભગવાન શિવ પાસે લઈ ગયાં હતા.