Sign of Net on your Palm know its meaning
તમારી હથેળીમાં જાળી છે તો જાણો તેનો અર્થ
હસ્ત રેખા સાથે જોડાયેલી વાતો ખૂબજ ગહન અને મર્મ પૂર્ણ છે. આ વિષયમાં પારંગત વ્યક્તિ જ તેનું સાચું કથન કહી શકે છે. આજે વાત કરવી છે હથેળીના વિવિધ ભાગમાં સર્જાનાર જાળીની. હથેળીમાં રહેલી આડી રેખઆઓ પરુ ઉભી રેખાઓ હોય તેને જાળી કહેવાય છે અને આ જાળી શું સૂચવે છે તેની અહીં વાત કરવી છે. હસ્ત રેખા જોવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો સમય છે. આની પાછળ કારણ પણ જણાવવામાં આવ્યું છે. હાથ અને પગમાં સવારના સમયે લોહીનું ભ્રમણ વધુ હોય છે. જેના ફળસ્વરૂપ દરેક રેખાઓ વધારે સ્પષ્ટ રીતે દેખાય છે.
હાથની રેખાનું નિરિક્ષણ કરતી વેળાએ કોઈ ત્રીજી વ્યક્તિને બાજુમાં બેસવા કે ઊભા રહેવા દેવામાં આવતી નથી. કારણ કે તેનાથી હસ્ત રેખા શાસ્ત્રીનું ધ્યાન ભટકી શકે છે.
1. સૂર્ય ક્ષેત્રમાં જાળી જોવા મળે તો વ્યક્તિ સમાજમાં નિંદા અને ઉપહાસને પાત્ર બની જાય છે.
2. ચંદ્ર ક્ષેત્રમાં જાળી જોવા મળે તો કે વ્યક્તિનો સ્વભાવ નિરંતર ચંચલ, અધીરો અને અસંતુષ્ટ રહેશે.
3. મંગળ ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિને માનસિક અશાંતિ હોય છે અને સતત ચિંતિત જોવા મળે છે
4. બુધ ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિને પોતાના કામમાં થયેલા નુકશાનનો પસ્તાવો થાય છે.
5. ગુરુ ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિ ઘમંડી અને સ્વાર્થી બની જાય છે.
6. શુક્ર ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિ ભોગી, લંપટ, અધીરો અને કામાતુર હોય છે
7. શનિ ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિ આળસુ, કંજૂસ, કામ ન કરનાર અને તેનું મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી.
8. રાહુ ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિને હત્યા જેવા અપરાધ અને દુર્ભાગ્યનો સામને કરવો પડી શકે છે.
9. કેતુ ક્ષેત્રમાં જાળી હોય તે વ્યક્તિને ચામડીના રોગનો સામને કરવો પડી શકે છે.
અમારો હેતું વાંચકો સમક્ષ લાવવાનો છે. બની શકે કે અમુક લોકો તેમાં સહમત ન પણ હોય.