રિવાજ
રિવાજ એટલે જુની ચાલી આવતી પ્રવૃત્તિઓ નુ પાલન કરવુ. રિવાજ, પ્રથા, પરંપરા આ બધા એક જ માઁ ના પુત્રો છે એટલે બધા માં પારદર્શક તફાવત જ હોય એમ કહી શકાય.
સમય બદલાયો છે માણસો બદલાયા છે પણ પ્રથા કે રિવાજ તો એજ ચાલ્યા કરે છે.
રિવાજો હંમેશા યોગ્ય સમય અને ચોઘડીયા ની સાથે સાથે ગ્રહો અને નક્ષત્ર ની સાથે સાથે ભગવાન ને જોડે છે એવી આપણી માનસિકતા પહેલે થી જ છે એટલે જ માંગલિક પ્રસંગો માં આપણે રિવાજ શબ્દ નો ઉપયોગ કરીએ છીએ.
ભારત દેશ જ એક એવો દેશ છે જ્યાં આટલા બધા તહેવારો ઉજવવા માં આવે છે. તહેવારો પણ રિવાજો નુ એક રુપ છે જે વર્ષો થી ચાલી આવતુ જાય છે. બસ ફેરફાર માં એટલુ જ છે કે શ્રીકૃષ્ણ ગુલાલ થી હોળી રમતા અને આપણે કેમીકલ વાળા કલર થી તો આ બાજુ શ્રીરામ કદાચ ઉન ની દોરી થી પતંગ ચગાવતા અને આપણે સુરતી માંજો વાપરીએ છીએ.
ઋષિમુનિયો નદી માં સ્નાન કરી ને પોતાને ધન્ય સમજતાં અને અાજે આપણે પણ સમજીએ છીએ આ પણ એક રિવાજ જ છે. ગંગા નર્મદા કે યમુના ની હયાતી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તે આમ જ પુજાતી રહેશે.
વિવાહ માં ફેરા ફરી અપાતા વચનો નો રિવાજ હોય કે પછી સગાઈ માં પહેરાવવામાં આવતી અંગુઠી નો રિવાજ.
શ્રીમંત મા ભાભી ને લાફો મારી ને દર્શાવાતા પ્રેમ નો રિવાજ હોય કે નદી માં રુપિયો ફેંકી ને દર્શાવાતી શ્રધ્ધા નો રિવાજ.
સારા દિવસો કે નવા વર્ષ માં બધા જ વડીલો ને પગે લાગી ને લેવાતા આશિર્વાદ નો રિવાજ હોય કે મંદિર ની દાનપેટી મા નખાતા રુપિયા નો રિવાજ.
નવ જન્મેલ બાળક ને અમુક દિવસે ફોઇ દ્ધારા નામ પાડવા નો રિવાજ હોય કે અમુક વર્ષે મુંડન કરવા નો રિવાજ.
છોકરી જોવા જવાનો રિવાજ પણ એટલો જ પ્રખ્યાત છે. પણ પહેલા સ્વયંવરો રચાતા હવે 10-20 છોકરીઓ જોઇ ને ઠકાંણે બેસવુ પડે છે.
પ્રેમ નો ઇઝહાર પ્રપોઝ કરી ને કે વેલેન્ટાઇન ડે ના દિવસે કરાય છે. માને તો ઠીક અને જો ના માને તો ધમકી આપો નહી તો ભગાડી જાવ.આ બધુ પણ રિવાજો માં જ આવે.શ્રીકૃષ્ણ કોને ભગાડી ને લાવ્યા હતા એ બધા જાણે જ છે.
કોઇ ના ઘરે સત્યનારાયણ ભગવાન ની કથા માં જવાનુ ભલે ભુલી જવાય પણ ત્યાં ગયા પછી છેલ્લે મળતા શીરા ના પ્રસાદ ને ક્યારેય ના ભુલાય આ પણ એક રિવાજ જ છે.
(જોકે હમણાં નવી નિકળેલી પ્રથા એટલે કે વોટ્સએપ વાપરતા દરેક લોકો પોતાના ખાસ અંગત સ્નેહીઓ ને રોજ સવારે અને રોજ રાત્રે બ્રોડકાસ્ટ થી "શુભ સવાર" અને "શુભ રાત્રી" નો જે મેસજે મોકલે છે તે રિવાજ માં ગણાશે નહી)
બહાર જતાં છિંક આવે તો થોડા સમય પછી જવુ. બિલાળી રસ્તો કાપે તો ત્યાં જ અટકી જવુ.ચાર રસ્તે "ચલ ને" ના બોલવુ. આ બધી પણ વર્ષો થી ચાલી આવતી પ્રથા જ છે પણ અપશુકન ના રુપ માં.કોઇ માને તો કોઇ ના પણ માને.
દહેજ પ્રથા પણ એટલી જ પ્રખ્યાત છે પણ સંવિધાન માં હવે તેને ગુનાહિત દર્શાવતા "જે આપે તે લઇ લેવાનુ" ની વૃતી આવી ગઈ છે.
જોકે રિવાજો ની નકારાત્મકતા રુપી બીજી બાજુ પણ છે. જેમાં અમુક જ્ઞાતિ માં બાળલગ્ન, કુળદેવી ને મદીરાપાન કે જીવ ની બલી પણ આપવા માં આવે છે.
અસ્તુ