#નરમ
ધખતા સૂરજ સમી જવાબદારીઓથી પિતા ના પોતાના પોતાનાઓ માટે નરમ સપના પીગળે છે..
છતાં કુટુંબ માટે એક નવી આશા નીકળે છે.
શોધવાથી પણ મને એનું દર્દ ક્યાં મળે છે..
હસ્તે મુખે એ બધુ ગળે છે.
લાગણી થી છલકાતું હૃદય પોતાના પરિવાર માટે લાખો વેદના ઝીલે છે..
છતાં પોતાના પરિવાર ને હસતું જોય એ હૃદય ખીલે છે.
છે હૃદય માતા નું નરમ..
પોતાના કુટુંબ નો રાખતા ખ્યાલ ..જવાબદારી ના બોજે પણ હસે છે.
ઉત્તમ સર્જન કર્યું છે.. તે કુદરત માં ના નરમ હૃદય નું જ્યાં લાખો વેદના વસે છે ..
છતાં એ મુખ પરનું હાસ્ય ક્યાં ખસે છે..
K.P