#અંતિમ
કોને ખબર હતી કે સ્કૂલ ના પ્રથમ દિવસથી શરૂ કરેલી ,,
આ સફર નો અંતિમ દિવસ આવી જશે,,
એટલે જ હજુય યાદ આવે છે
સ્કૂલ નો એ અંતિમ દિવસ...............
કોને ખબર હતી કે આ 'કીટા બુચા' થઈ શરૂ થયેલી દોસ્તી,,
'તું તો મારો જીવ છે' ત્યાં સુધી પહોંચી જશે,,
એટલે જ હજુય યાદ આવે છે
સ્કૂલ નો એ અંતિમ દિવસ..........
કોને ખબર હતી કે બેન્ચ પર બેસી ને પરીક્ષા માં કરેલી ચોરી,
એક દિવસ જીવન માંથી જ સ્કૂલ ને ચોરી લેશે,,
એટલે જ હજુય યાદ આવે છે
સ્કૂલ નો એ અંતિમ દિવસ...........
કોને ખબર હતી કે હસી હસી ને વિતાવેલી યાદો ,,
સ્કૂલ ના એ જ વિદાય દિવસે હંમેશાની યાદો બની ને રહી જશે,,
એટલે જ હજુય યાદ આવે છે
સ્કૂલ નો એ અંતિમ દિવસ..............
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.......દિલની વાતો.......