#માઁ #motherdaypoetry #mothersday2020 #mothersdaywishes #kalamnasathavare
.......

માઁ..... Mothers day poetry

ચોપડી ના પાનાઓ માં કેટલીય વાર્તાઓ મળતી
શોધતી તને, ને તું તો 'કાળા ટીક્કા' ઓ માં મળતી

પ્રયાસ ની સિદ્ધિઓ તારા હરખે દોડતી
એટલે જ તાળીઓ મારી નજીક આંટા મારતી

નિશાળ ની પાટી માં 'કક્કો' કડક વંચાવતી
તારી શિક્ષા થી સફરો બેશક રંગીન લખાતી

રસોડા ની અમાનત હંમેશા તને જ સોંપાતી
એટલે જ વાનગીઓ કદાચ ઓડકાર લાવતી

કાંટાઓની કેટલીય જાળ આમતેમ પથરાતી
તું, ને તારી ઢાલ એમાં ફૂલો બની વરસાવતી

તારી ના થઈ શકી કોઈ સરખામણી
તને પૂજવા આવે ખુદ શિવ પાર્વતી

Gujarati Poem by કલમ ના સથવારે : 111428559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now