તારી પ્રીત માં તરબોળ થવા
આ હ્રદય છે ઉત્સાહી,
એે ફૂલ ની સુંદરતા અને હાસ્ય
ની જેમ મહેકવા આ હ્રદય છે ઉત્સાહી,
તું જોગી બને બનું હું જોગણ તારી
તારા પ્રેમ માં આ હ્રદય છે ઉત્સાહી,
કર્યા છે શણગાર બની દુલ્હન તારી
બસ તારી રાહ માં આ હ્રદય છે ઉત્સાહી
એે સપ્તપદી ના વચનો માં
બંધાવા આ હ્રદય છે ઉત્સાહી,
પહેરવા મંગળસૂત્ર આપણા પવિત્ર
સંબધ નું આ હ્રદય છે ઉત્સાહી,
ભરીશ તું તારા નામ નું સિંદુર મારી
માંગમાં એે પળ માટે આ હ્રદય છે ઉત્સાહી,
આવીશ તું મને તારી સાથે લઇ જવા
એે ઉત્સવ ની ક્ષણ માટે આ હ્રદય છે ઉત્સાહી
#ઉત્સાહી