હું સાવ જ એકાંતમાં ગહનતામાં મારૂં કાર્ય કરી રહ્યો હતો,
ત્યારે અચાનક જ તું એક તોફાનની જેમ આવી ચડી,
મારા કામના બધા જ કાગળો દૂર ફંગોળી દઈ,
મારા કાનમાં ભીનું ભીનું ગણગણી કે,
તું મને ચાહે છે તેનો અર્થ શું?
અને હું બહાર અનહદ, મુશળધાર, મન મુકીને વરસતો વરસાદ બતાવી દઉં.
#ભીનું