Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
ખરેખર
એક કોન્ટ્રાક્ટરના કામ દ્રારા પણ કેટલુ બધુ શીખવા મળે છે.
એમને ખાલી એક ખુલ્લી જગ્યા આપો, એટલે આપણને ગમતું ને આપણાં કહ્યા મુજબનું, નક્કી કરેલ સમયગાળામાં ઘર બનાવી આપે છે.
એટલુંજ નહીં,
જૂનું થઈ ગયેલું, ગમે ત્યારે તૂટવાની અણી પર આવેલુ, જેની છત્ર-છાયા નીચે બેસવા કે રહેવા પર, પડી કે નષ્ટ થવાનો ડર લાગતો હોય,
એવા ઘરને પણ, એમની આવડતથી ઉતારી, એજ જગ્યાનો ઉપયોગ કરી, ફરી એજ જગ્યાએ ખુશીથી, આનંદથી, લાંબા સમય સુધી રહી શકીએ એવું બનાવી આપે છે.
શું કહેવું થાય છે તમારુ ?
એક કોન્ટ્રાક્ટરની કાર્ય શૈલી, આપણે આપણાં તુટી ગયેલાં કે તુટી રહેલા, ખાલી નામના રહી ગયેલાં સબંધો માટે ના અપનાવી શકીએ ?
આ માટે
જાતે કોન્ટ્રાક્ટર ન બની શકતા હોઇએ, તો આ બાબતના, બીજા અનુભવી કોઈ કોન્ટ્રાક્ટરની સલાહ ન લઈ શકીએ ?
નોંધ : આમાં એક અપવાદ જરુર છે.
સુધરીને ફરી સાથે રહેવા વાળા બધા, એક ખુલ્લા પ્લોટ જેવા હોવાં જોઈએ.
બાકી 25 % પણ પ્લોટમાં જૂનું બાંધ-કામ રહી જશે તો આજીવન, સાંધો, તિરાડ કે નવા ની સરખામણીએ
એ ભાગ થોડા સમયમાંજ એનો રંગ બતાવશે કે તુટી પડશે.