https://www.matrubharti.com/shaileshjoshi0106gma
સર્વ દુઃખોનું નિરાકરણ, સમાધાન કે પછી, ભલે જીવનમાં દુઃખ કે વિકટ પરિસ્થિતિ આવે
તો તેમાંથી બહાર નીકળવા, એનો સામનો કરવા
કે પછી એ વિકટ અવસ્થાનો ભાર આપણે કેવી રીતે હળવો કરી શકીએ ?
તો તેનો જવાબ છે, "જ્ઞાન"
હવે આ જ્ઞાન આપણે, પ્રાપ્ત ક્યાં ક્યાંથી કરી શકીએ ?
★ "મા" નાં ખોળેથી ચાલુ થઈ ને, માતા-પિતાની "પરવરીશ" થી લઈ,
★ "અભ્યાસ" કાળથી લઈને, વડીલોની "આજ્ઞાનાં પાલન" સુધી
★ "સંત ગુરુ"ના આશિર્વાદથી લઈ,, પ્રભુ ભક્તિ દ્રારા
★ સાચા વ્યક્તિઓનાં "સંપર્ક"થી લઈ, મહાન માણસોનાં "જીવન આદર્શ"માંથી
તેમજ
સારા-સારા "સાહિત્યનાં વાંચન"થી
શર્ત એટલી
આમાંથી કંઈ પણ "ઉપરછલ્લુ" કે "દેખાવ પુરતું" ન હોવું જોઈએ.