મિત્ર તો કૃષ્ણ જેવા હોવા જોઈએ. પોતાના મિત્ર માટે યુદ્ધમાં સારથી બની દુશ્મન સાથે લડી લેવા માંગે છે. અને પોતાની સ્ત્રી મિત્રને સમયે આવ્યે ચિર પૂરવામાં માને છે. અને ગોપીઓને ગીતા સંભળાવવાને બદલે મોરલીના સુર છેડી પ્રેમમાં પાગલ બનાવે છે. જેને જેવું ખપે એવું કૃષ્ણ શીખવાડે અને ગમે એવો જ પ્રેમ પણ કૃષ્ણ જ આપે.
-.કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"
-Kinjal Dipesh Pandya