આપણા વીચાર પર આપણો ખુદનો હક છે, કોઈના કહેવાથી કે સ્વાર્થ માટે લાલચ માટે આપણે તુટી જવાનું, ખુદને મારી પરવસ થઈ જવાનું કે પછી પ્રેમ મય જ્યોતી મય બની સંગંધની જેમ કોઈના જીવનમાં પ્રસરી કોઈનું જીવન મહેકાવી દેવું અને ખુદની એક પહેચાન ઓળખ બનાવી સાસ્વત અને સત્ય બની અમર થઈ જવું, જીવન સનાતન સત્ય નથી એતો એક ધટના ક્રમ છે, પણ પ્રેમ અમર છે તે સાત્વત સનાતન સત્ય છે, આજે કેટલાય લોકો અવતરી મરી ગયા, નામ પણ યાદ નહી હોય ,પણ અમર તે છે જેમને આજે પણ યાદ કરાય છે ,કારણ પ્રેમ, આમતો હીટલર ને પણ યાદ કરાય છે અને અશોક ને પણ , પણ પ્રેમને કારણે અશોક ને અને કલીંગ ની રાણીને, રદય પરીવર્તન કેમથયું કોણે કર્યું..જગતને પ્રેમ અને શાંતી નો સંદેશ કોણે આપ્યો, નીરાશા માં આશાની કીરણ, અંધકારમાં પ્રકાસની કીરણ, નફરતમાં પ્રેમની જયોત બસ આજ છે સત્ય.ખુદ માટે બધા જીવે દોષ્ત કોઈ માટે જીવી દેખો, સ્વાર્થ છોડી નીસ્વાર્થ બનીને દેખો જીવન પ્રેમ મય બની જશે.. લાગણીઓ ની કદર કરો..એક નહી એક બનો પ્રેમ બનો
-hemant pandya