દિવસ આખો જેમ તેમ વીતી જાય છે.
રાત આખી, આંખો ખુલ્લી રહી જાય છે.
દોસ્ત વગર શ્વાસ જાણે રુકી જાય છે.
ધડકન વગર જીવવું અઘરું પડી જાય છે.
વાતો ઘણી બધી બાકી રહી જાય છે
છેલ્લે તો બસ યાદ જ રહી જાય છે.
પ્રેમથી વધુ દોસ્તી વ્હાલી બની જાય છે.
અહીં તો દોસ્તી પણ અધુરી રહી જાય છે.
' ઓયય ' સાંભળવા કાન તરસી જાય છે.
આંખો ધરાઈને પાણી પાણી થઈ જાય છે.
SHILPA PARMAR
"SHILU"