સર્વે સંતુ નિરામયાઃ
ભારત માં સામાન્ય માણસ પોતાના વિચારો સાથે અત્યાર સુધી સહજ ભાવે કે રોજિંદા દા બીબા માં જીવતો રહ્યો છે અને રહેશે એમાં કઈ શંકા ને સ્થાન નથી , પરુંતુ ટેક્નોલોજી ના પ્રસાર થી હવે થોડો આધુનિક બનતો જાયછે એટલે કે સમાચારો ના માધ્યમ થી થોડો માહિતગાર પણ બનતો જાયછે। ફેસબૂક ,વોટ્સઅપ ,ટ્વિટર જેવી સોશ્યિલ સાઈટ માં પોતાની નોંધણી કરાવતો જાયછે। આસપાસ બનતા બનવો વિષે પોતાનું મંતવ્ય આપતો જાયછે અને પાછો કામે લાગી જાયછે,ઘણા ધનપતિ ઓ પોતાનું વ્યાપારી આધિપત્ય જંમાવવા આવી સોશ્યિલ સાઈટો નો ઉપયોગ પણ કરતા હોય છે એ વાત થી આપણે અજાણ નથી। ઘણા દિગ્ગ્જ્જો તો સવાર સાંજ બસ સમાચાર ને જીવન બનાવી દીધું છે એ પણ અજુગતું નથી।
પણ ધ્યાન તો એ રાખવાનું છે કે આવતી માહિતી ઓ કેટલા અંશે સ્વાભાવિક ,સાચી અને યોગ્ય છે એનો માપદંડ શું? જવાબ કઈ નહિ "વાયરો વાય તેમ ઉપણવાનું" પાછા માંચડે પરસેવે રેબઝેબ થઇ ને ઉભા રહેવાનું અને વાયરા ની રાહ જોવાની। એટલકે સમાચારો ની રાહ જોવાની ,પાછું મંતવ્ય ઘડવાનું અનેઅભિપ્રાયો આપવાના। આ પણ આધુનિક બીબા નો એક પ્રકાર જ છે। આપણે જાતે જ વિચારીયે કે સમયાંતરે કેટકેટલા અભિપ્રાયો આપણે બદલી ચુક્યા છીએ અને કેટલા હજુ બદલવાના બાકી છે। જવાબ કઈ નહિ " આવ ભાઈ હરખા આપણે બેઉ હરખા" જેવી સ્થિતિ લગભગ બધેજ જોવા મળેછે।
પરંતુ આપણા આવા અનેકો બીબા બદલાય તોય પ્રકૃતિ માં ફેરફાર જોવા નહિ મળે એ તો એય ને સવાર સાંજ ,તડકો છાંયડો ,વરસાદ વાવાજોડું અને વાયરસ આવતો રહે અને જતો પણ રહે ટૂંક માં 19મી સદિ માં આવા એટલેકે ટાઇફોઇડ ,મેલેરિયા જેવા રોગો આવતા ગયા અને જતા પણ રહ્યઆ અને આજની તારીખ માં પણ ભારત માં દર વર્ષે 26000 થી 26500 મૃત્યુ થાય જ છે ફરક એટલો જ છે પહેલા સમાંચારો નું માધ્યમ ઓછું હતું ને હવે દરેક ના હાથ માં સમાચાર છે। એટલે આવા સમય માં ધ્યાન વધારે કેન્દ્રિત થાય તો નવાઈ ની વાત નથી પણ સાહજિક છે।
વધુ પડતા સમાચારો માનસિકતા ને ઉગ્ર બનાવી શકે છે તેમ કહી શકાય અને નકારાત્મક પણ બનાવી શકે તો કઈ અતિશયોક્તિ નથી।
યાદ રાખવા જેવી બાબત તો એ છે કે બ્રહ્માંડ માં સમય અને જગ્યા નો કોઈ concept નથી time & space માનવ ની ખોજ છે। પૃકૃતિ ની નહિ.
કીર્તિસિંહ (અમદાવાદ)