The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
*દર વર્ષે એક છોકરાને તેના માતાપિતા તેને ઉનાળાના વેકેશન માટે તેના દાદીના ઘરે લઈ જતા હતા, અને બે અઠવાડિયા પછી તે જ ટ્રેનમાં ઘરે પાછા ફરતા હતા.* *એક દિવસ છોકરો તેના માતાપિતાને કહે છે:* *′ ′ હું હવે મોટો થયો છું, જો તમે મને આ વર્ષે એકલો દાદીના ઘરે જવા દો તો ???* *થોડીક ચર્ચા પછી તેના માતાપિતા થોડાક સુચનો અને સલાહ સાથે સંમત થાય છે*. *ત્યાર બાદ રેલવે સ્ટેશન પર તેને શુભેચ્છા પાઠવે છે,અને બારીમાંથી એક ફરિ બધી સુચના યાદ અપાવે છે.* *છોકરો કહે છે ! ′ હું જાણું છું,આ બધી સુચના તમે મને ઘણી વાર કહી છે. ...! "* *ટ્રેન નીકળવાની છે અને પિતા છેલ્લે બારી માંથી તેને બોલાવે છે અને કહે છે.* *′ ′ મારા પુત્ર, જો તને અચાનક બીક લાગે છે અથવા ડર લાગે છે, તો આ પત્ર તારા માટે છે! ......* ′ *અને તે પત્ર તેના છોકરા ના ખિસ્સામાં નાખી દે છે.* *હવે છોકરો એકલો છે, ટ્રેનમાં બેઠો છે, તેના માતાપિતા વિના, પહેલીવાર ..*. *તે ટ્રેન ની બારી માંથી બહાર ના દ્રશ્યો જુએ છે અને તેની આસપાસ અજાણ્યા લોકો દોડધામ કરે છે, અવાજ કરે છે, કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળી જાય છે* *હવે તને અનુભૂતિ થાય છે કે તે એકલો છે ..* *એક વ્યક્તિ તેની સામે ઉદાસ ચહેરે બેઠો છે આ બધું જોઇ આ છોકરો વધુ અસ્વસ્થતા અને બેચેની અનુભવે છે અને હવે તે ડરી ગયો છે* *તે માથું નીચું કરે છે, સીટના ખૂણામાં જઈ ઉંઘવા નો પ્રયત્ન કરે છે ,પરંતુ બીક ના કારણે ઉંઘી શક્તો નથી.* , *તે યાદ કરે છે કે જ્યારે ટ્રેન ઉપડી ત્યારે તેના પિતા એ તેના ખિસ્સામાં કંઈક મૂકી રહ્યા હતા*. *ગભારટ ને કારણે ધ્રૂજતા હાથથી તે કાગળનો આ ટુકડો ખોલવાનો પ્રયત્ન કરે છે, તે ખોલે છે:* *તે તેમા લખેલા લખાણ ને વાંચે છે.* *"દીકરા , ચિંતા ન કર, હું તારી સાથે આજ ટ્રેન ના તારી પાછળ ના ડબ્બામાં જ છું" ...* *મિત્રો, જીવનમાં પણ આ જ રીતે છે ...* *જ્યારે ભગવાન આપણને આ દુનિયામાં મોકલતા હતા, તે વખતે તેમના સ્વયં દ્વારા, તેમણે આપણ ને એક પત્ર આપ્યો છે* *તેમા લખેલ છે.*, *ઉદાસ ન થશો , હું તમારી સાથે જ છુ.હું તમારી સાથે મુસાફરી કરું છું, ફક્ત મને દિલ થી યાદ કરો ... ❤️* *મિત્રો તેથી ગભરાશો નહીં, હતાશ થશો નહીં, બહાર ની અને અત્યાર ની પરિસ્થિતિ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરશે ..* *તેથી ભગવાન ઉપર વિશ્વાસ રાખો , તે સદાય આપણી સાથે હંમેશાં છે, આપણી આખી મુસાફરી દરમિયાન.*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser