માગું અને પછી આપે એ ભગવાન છે
પણ મારા માગ્યા પહેલા મને આપે બધું તે મારા પપ્પા છે
મારા જીવન નું ઘડતર મારી મમ્મી એ કર્યું છે
પણ મારા જીવન નું ચણતર મારા પપ્પા એ કર્યું છે
મુશ્કેલી માં બધા માત્ર મને સલાહ આપે છે
પરંતુ મારા પપ્પા મુશ્કેલી માં મારી સાથે રહે છે
એક બે ભૂલ તો બધાય માફ કરે
પરંતુ હજારો ભૂલ ખાલી મારા પપ્પા જ માફ કરી સકે
મારી ખુશી નું કારણ મારા પપ્પા છે
અને તે છે તો જ મારું જીવન છે
મારી મમ્મી એ મને જીવન આપ્યું છે
પરંતુ પપ્પા એ મને જીવન જીવતા શિખવાડ્યું છે
મારા પપ્પા તો મારી પહેચાન છે
અને મારા માટે એક વરદાન છે
I love you so much papa
-Priyanka Patel