કોઈ વાર મમ્મી અને કોઈ વાર પપ્પા યાદ આવી જાય,
રોજ એકની તો યાદમાં આંખ છલકાયજ.
"મમ્મી, આજે જો દસ મિનિટ વાત કરીશ"
"ભલે બેટા, ફોને કરજે, હું રાત્રે ૧૨ વાગ્યા સુધી પણ રાહ જોઇશ"
એક દિવસ આગળ, એક દિવસ પાછળ થઇ જાય,
તે મધમીઠો સ્વર સાંભળ્યા વગર બેચેન થઇ જવાય.
સૌ કહે છે,
ધીરે-ધીરે આદત પડી જશે,
હું પૂછું છું,
કેવી રીતે? એવો પ્રેમ બીજે ક્યાં મળતો હશે!