આવી શકે તો આવજે, બહુ તાણ નહીં કરું.
મારી મનોદશા ની, તને જાણ નહીં કરું.
ભડકે ભલે બળી જતું, ઇચ્છાઓ નું શહેર.
તારી ગલી મા આવી ને રમખાણ નહીં કરું.
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઇશ રાહ પણ,
ઇશ્વર ને કરગરી ને વધુ રોકાણ નહીં કરું.
જે છે દિવાલ તારા તરફ થી તું તોડજે
તલભાર, મારી બાજુ થી ભંગાણ નહીં કરું.
કિસ્સો હ્રદય નો છે, તો હ્રદય માં જ સાચવી રાખીશ '' Maya''
પુસ્તોકોમા છાપિ ને વેચાણ નહીં કરું.
-Shraddha''Maya''