*આજે પિતૃઓનો સંદેશ*

મારે કાગડો બનીને
તારી છત પર પુરી-પાત્રા ખાવા આવવું નથી.

નથી કૂતરો બનીને તારા દ્વાર પર
નહિં ગાય બનીને તને તાક્યાં કરવું
હું તો આવીશ તારા બે શ્ચાસ વચ્ચેનાં અંતરની વચ્ચે સાક્ષી બનીને.......

હું તો આવીશ તારા પૂજા સ્થાન પર દિવાની જ્યોત બનીને...

તું જ્યારે કોઈ દુવિધામાં હોય
કોઈ પ્રશ્ન હોય, મને યાદ કરજે
તારી નાભિ પર હાથ મૂકી
હું તરત તને એનો ઉકેલ મોકલાવીશ.

હું તો આવીશ મુશ્કેલીમાં હિમ્મત બનીને...
હું તો આવીશ સંકટ સમયે ધૈર્ય બનીને......

તને શારીરિક સમસ્યા હોય તો મને યાદ કરજે
હું આવીશ ઔષધિ બનીને....

તને માનસિક સમસ્યા હોય તો મને યાદ કરજે
હું આવીશ ગાઢ નિદ્રા બનીને

તને આર્થિક સમસ્યા હોય તો મને યાદ કરજે
હું આવીશ મહાલક્ષ્મીમાં ને તારા દ્વાર પર લઈને

બસ મને બોલાવી લેજે
તારી નાભિ પર હાથ મૂકીને
બસ મને બોલાવી લેજે

હું ક્યાં દૂર છું
મારે કાગડો બનીને
તારી છત પર પુરી-પાત્રા ખાવા આવવું નથી.
*મારે ફક્ત શ્રાધ્ધ પક્ષમાં જ આવવું નથી.*

*અજ્ઞાત*

Gujarati Thought by Sangita Behal : 111752813
Abbas khan 3 years ago

વાહ બહુજ સરસ..✍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now