આજથી એક નવી શરૂઆતને તાણી લીધી,
પોતાની જાતને મે વખાણી લીધી.
ના પ્રમાણ જોઈએ મારે બીજા કોઇના,
મારી જાતને મે જ પ્રમાણી લીધી.
શુ કામ પૂછું હુ બીજાને 'કેવો શુ' ?
પોતાની જાતને મે પીછાણી લીધી.
પછાડતી રહી દુનિયા, હુ આગળ વધતો રહ્યો,
નીતિમત્તા સાથે હૈયા મા હામ સમાવી લીધી.
કયાં સુધી દબાવી રાખુ મન ની ભાવનાઓને?
શબ્દ સંગાથે કૌશિકે લાગણી માણી લીધી.
-KAUSHIK PATEL