આખી વાંચજો આંખો ખોલીને વાંચજો
તમને લીંબુનાં સમ છે.

ભારત નામના તપેલામાં વિકાસ નામનું પાણી
પ્રજા નામનો દેડકો એમા મોજ માણે સોડ તાણી
મોંઘવારીના લાકડા ઓર્યા ધીમી આંચે ગરમ થાય પાણી
ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાની ખતમ થઈ જશે જિંદગાની.
ભારત નામના તપેલામાં વિકાસ નામનું પાણી......

પક્ષ ગુલતાનમા કરે રોજ નવી યોજનાની લ્હાણી
જાણે જૂની બોટલમાં નવી શરાબ આણી
વિપક્ષ કરે ક્યાંથી વિરોધ નથી એમા પાણી
ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાની ખતમ થઈ જશે જિંદગાની
ભારત નામના તપેલામાં વિકાસ નામનું પાણી......

લાખો ખર્ચે જાહેરાતમાં હૉર્ડીગ બોર્ડ આણી
સિ પ્લેન ખોટકાઈ જાય ને બોટ બોટથી તાણી
પરીક્ષાના પેપર ફૂટયા જાણે ફૂટે ધાણી
નિતનવા ગતકડાં કરે સરકાર બહુ છે શાણી
ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાની ખતમ થઈ જશે જિંદગાની.

-જીગર બુંદેલા

#jigarbundelawriter #આપ #AapGujarat #CongressParty #bjp2022 #jigarbundeladirector #lyricistjigarbundela #songwriterjigarbundela #actorjigar #actorjigarbundela #directorjigarbundela #writerjigar #jigarbundela #કૉંગ્રેસ #ભાજપા

Gujarati Poem by jigar bundela : 111799539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now