#Krishna
એક રાતે સ્વપ્નમાં શ્રી હરિ આવ્યાં તેનું વર્ણન.

મારા સપનામાં આવ્યાં હરિ,
મને બોલાવી, ઝુલાવી વ્હાલી કરી....મારા સપનામાં

સામે મરક્ત મરક્ત ઉભો,
મારા મનની દ્વારિકાની સૂબો
મારા આંસુને,મારા આંસુને,
મારા આંસુને લૂછયાં જરી....
મને બોલાવી,ઝુલાવી વ્હાલી............

આંધણ મેલ્યા'તા કરવા કંસાર,
એમાં ઓળી દીધો મેં સંસાર,
હરિ બોલ્યાં, હરિ બોલ્યાં
હરિ બોલ્યાં અરે બાવરી રે....
મને બોલાવી ઝુલાવી વ્હાલી..........

(હું રોજ પૂજા સમયે ઠાકોરજી પાસે આ ગીત ગાવ છું,એ શ્રધ્ધા એ કે તેમનું હમેશાં સાનિધ્ય મળતું રહે.)

Gujarati Religious by Sonalpatadia Soni : 111837479
Sonalpatadia Soni 2 years ago

જી બિલકુલ સત્ય કહ્યું.

Kamlesh 2 years ago

આપનું સ્વાગત છે... અને આને રચના ન કહેતા,ભક્તિમય હ્રદયની સરવાણી કહેવું યથાર્થ ગણાશે...

Sonalpatadia Soni 2 years ago

આટલો સરસ રીપ્લાય આપવા બદલ ધન્યવાદ કમલેશજી.

Kamlesh 2 years ago

સાધો... સાધો... અંતરનો અમિયલ પ્રવાહ...અનન્ય હરિભક્તિ... સોનલજી... આ જ રાહે ઇશ પ્રાપ્તિ સંભવ છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now