"ખબર જ ના પડી "
કેવી રીતે 23 વર્ષ થી 56 વર્ષ ની
આ સફર પુરી કરી, ખબર જ ના પડી
શું પામ્યાં શું ગુમાવ્યું, ખબર જ ન પડી
બાળપણ ગયું ,ગઈ યુવાની,
ક્યારે પ્રૌઢઃ થયા,ખબર જ ના પડી
કાલ સુધી તો દીકરો હતો,
ક્યારે સસરો થયો,
ખબર જ ના પડી
કોઈ કહેતું ડફોળ છે,
કોઈ કહેતું હોશિયાર છે,
શું સાચું હતું,ખબર જ ના પડી
પહેલા મા બાપ નું ચાલ્યું,
પછી પત્ની નું ચાલ્યું,
પછી ચાલ્યું છોકરાઓનું,
મારું ક્યારે ચાલ્યું,ખબર જ ના પડી
દિલ કહે છે હજુ યુવાન છું,
ઉંમર કહે છે સાવ નાદાન છું
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા,ખબર જ ના પડી
વાળ જતા રહ્યા,ગાલ લબડી ગયા
ચશ્માં આવી ગયા,
કયારે સુરત બદલાઈ ગઈ ,
ખબર જ ના પડી
કાલ સુધી કુટુંબ જોડે હતા
કયારે કુટુંબ વિખરાયુ,
કયારે નજીક ના દૂર ગયા
ખબર જ ના પડી
ભાઈ બહેન સગા સબંધી
વારે તહેવારે ભેગા મળે
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી
ખબર જ ના પડી
જીંદગી ને જી ભરી જીવી લે માનવ
પછી ન કહેતો કે ખબર જ ના પડી.
રચયિતા: અજ્ઞાત
નોંધ:જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ કમાવવામાં વ્યસ્ત રહે છે,આજે તેમને સમર્પિત છે આ નાનકડી રચના.
🌹🙏🏻🌹