GPS એડ્રેસ

_ગોટયા એ પેપર માં સમાચાર શું વાંચ્યા કે તરત જ મંજરી ને(ગોટ્યા ની પત્ની જેને આપણે ગોટલી થી પણ ઓળખીએ છીએ) કહેવા લાગ્યો કે ચાલ આપણે બહુ વખતે આબુ ગયા નથી તો જઇ આવીએ,
મંજરી ખુશ થઈ ગઈ, અને તૈયાર થઈ ગઈ, મોડી રાત્રે નીકળવાનું નક્કી કર્યું, બેગ બિસ્તરા લઈ લીધા અને ગાડી લઈને નીકળ્યા,ગોટ્યા એ મોબાઈલ માં GPS સેટ કર્યું અને ગાડી મારી મૂકી, સહેજ ભડ ભાંખરું થયુ એટલે મંજરી ચમકી કે આ ગાડી ક્યાં જાય છે?:
' અલ્યા, તું ગાડી ક્યાં લઈ જાય છે? '
' અલી આબુ રોડ, જો આ GPS '
મંજરી એ પણ જોયું તો રસ્તો બરાબર જ હતો, ગૂગલ મેપ બરાબર જ રસ્તો બતાવતો હતો, એટલે પાછી એ સૂઈ ગઈ, અને અચાનક ગાડી ઊભી રહી, જાગી ને બહાર નીકળી ને જોયું તો સામે પપ્પા, મમ્મી ને ભાઈ ઊભા હતા, મંજરી ખુશ ખુશ, ગોટ્યા સામે જોયું તો ગોટયો કહે યાર ખબર નઈ પણ આબુ નું GPS સેટ કરેલું પણ આ તો તારા ગામ આવી ગયા,...
ફ્રેશ થયા પછી મંજીરીએ ગોટ્યા ને કહ્યું કે હવે નથી જવું આબુ, હું અહીજ થોડા દિવસ રહ્યુ છું, તમારે નીકળવું હોય તો નીકળો,
' ઓકે વહાલી: કહી ગોટયો નિકળી ગયો, બહાર જઈ ને મિત્ર ને ફોન
કર્યો:' પ્લાન સક્સેસ, હવે આપણી બેચલર પાર્ટી જામશે,
ગઈ તમારી ભાભી એના પિયરે '
આ બાજુ રાત્રે મંજરી નવરી પડી એટલે એના હાથ માં પેપર આવ્યું, પાના ઉથલાવતા સમચાર વાંચ્યા કે:
US માં ખોટા GPS એડ્રેસ ના કારણે સ્કૂલ બસ નો ડ્રાઇવર બાળકોને લઈને બીજા રાજ્ય માં જતો રહ્યો...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄


જતીન ભટ્ટ
94268 61995

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111843321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now