Very apt, brief and yet very effective and highly meaningful couplets; the life's dualities are captured in a very simple style:

ચૂપ રહેવું ને
મૌન રહેવામાં
ફરક'તો છે.

સૂતા રહેવું ને
ઉંઘતા રહેવામાં
ફરક'તો છે.

ક્યારેક તો વરસાદ
પણ દઝાડે કારણ,
.
પલળવું ને
ભીંજાતા રહેવામાં
ફરક'તો છે.

જે મજા સફરમાં છે
તે મંજિલ પર નથી,
.
જીવવું ને
જીવતા રહેવામાં
ફરક'તો છે.

રુક્મિણી અને રાધાને જઈ
પૂછો તો સમજાશે,
.
પામવું ને
ચાહતા રહેવામાં
ફરક'તો છે.

જેમ જળ અને
ઝાંઝવાં માં ફરક છે,
.
તેમ ફરવું ને
રખડતા રહેવામાં
ફરક'તો છે.

ને હારી ગયા બાદ
યુધિષ્ઠિર સમજ્યા,
.
હારવું ને
હારતા રહેવામાં
ફરક'તો છે...

- અજ્ઞાત

Gujarati Poem by JIRARA : 111853062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now