જીવન સાવ એકલું અટૂલું લાગે પરિવાર વિના.
સઢ વિનાની જાણે કે નાવ ભાસે પરિવાર વિના.
પરિવાર તો સ્વરૂપ છે સ્નેહના ગઠ્ઠબંધન તણું,
કોણ રહે મુસીબતમાં સદા આગે પરિવાર વિના.
જીવનમાં મળી જાય એક જબ્બર પીઠબળને,
કુટુંબથી દૂર રખેને શૂન્યતા જાગે પરિવાર વિના.
"સૌનો સાથ સૌનો વિકાસ "ચરિતાર્થ થાય સર્વદા,
કોણ સાચી સલાહને સાથ આપે પરિવાર વિના.
પરિવાર એ તો પ્રથમવાર છે સપ્તાહના પ્રારંભે,
કોણ હાથ ઝાલીને બાંયને પકડે પરિવાર વિના.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111861982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now