🙏મહિલા દિવસની શુભકામના 🙏

નારી કહો કે નારાયણી એક છે;
સરિતા કહો કે સરવાણી એક છે;

યુગ યુગથી આવી છે એ પૂજાતી,
અંબે, દુર્ગા કે મહાકાળી એક છે;

અબળા કહી ન આંકો ઓછું મૂલ્ય,
ભક્તિ કહો કે શક્તિશાળી એક છે;

સરોજીની, લતા, ઉષા કે કલ્પના,
અહલ્યા કે સાવિત્રી બાઈ એક છે;

ધરા પર તો મેળવી છે ખૂબ નામના,
"વ્યોમ" પર પણ જે છવાઈ એક છે;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111863646

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now