*જિંદગી*


સમયનીધારા સાથે એ વહી જાય છે જિંદગી.
મીઠામાઠા અનુભવોને કહી જાય છે જિંદગી.

આમ તો ઝાઝું જીવ્યાનો સંતોષ નથી હજી,
છેલ્લા શ્વાસે પણ રખે ચહી જાય છે જિંદગી.

સુખદુઃખ જાણે સિક્કાની બે બાજુ સમાં હો,
આફતના આક્રમણે કેવું સહી જાય છે જિંદગી.

ક્યારેક પુરુષાર્થ તો ક્યારેક પ્રારબ્ધ પ્રકાશતું,
સંકટના સામને ધીરજને ગ્રહી જાય છે જિંદગી.

અસંતોષની આગમાં આયખું હોમાઈ જતું,
અફસોસની પરાકાષ્ઠાને સરી જાય છે જિંદગી.

- *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.*

Gujarati Poem by Chaitanya Joshi : 111864217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now