નારી તું નારાયણી?—-
શકિત એક પ્રશનો અનગનીત!!! તે પણ અનુત્તર એમ કેમ?
ક્યાંક મા બાપ તરીકે યા વડીલ તરીકે બે પાંદડે થવાની ફીકરમાં ફરજ ચૂક્યા કે કેમ?
દીકરી વ્હાલનો દરયો માનીએ છીએ તો પછી વહુ થઇ ઘરે આવેલ અનજાન વહાલનો દરયો ના સહી પણ કોઈની દીકરી તો છે જ તો અહીં મારા પરાયાનો ભેદ કેમ?
દીકરી હો કે દીકરો એકજ માતપીતાનુ ફરજંદ છે તો બંન્ને ના ઉંછેરના મૂલ્યો અલગ કેમ?
નારી મતલબ પૂરો સ્ત્રી સમુદાય ખરુને?
સાસુ અને વહુ બંને પરાયા ઘરેથી આવી છે તો એકબીજાની પૂરક ના બનતા અતડાપણુ કેમ?
બાળકને જો ભગવાનનું રુપ માનતા હોઈએ તો પછી જોઇન્ટ કુટુંબ હોય કે આગલી પત્ની (સોતન) નું બાળકની પરવરીશમાં ભેદભાવ (અંતર) કેમ?
પરાઇ સ્ત્રી એટલે વાસ્નાપૂર્તીનું રમકડું,અને ઘરની બહેન દીકરી તિજોરીનો અનમોલ નગીનો કેમ?
કોઇકેતો વિચારીને શુરુઆત કરવીજ રહી ? પીઠબળ કેટલું? શક્યતા કેટલી?
“શ્રી”

Gujarati Quotes by Saroj Bhagat : 111865506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now