શીર્ષક - "સગાં તારે છે સગાં મારે પણ છે"


સગાં 'તારે' છે ને સગાં 'મારે' પણ છે;... અજ્ઞાત
હોય જો સ્વાર્થ તો સથવારે પણ છે;

ગરજાઉ વલણ ને ગરજાઉ છે દાનત,
ગરજ પત્યે નજરોથી ઉતારે પણ છે;

છળ, કપટ ને લોભ, ચોમેર છે ફેલાયાં,
અંગતો સંગ સામેલ પ્યાર ને યારે પણ છે;

વર્તન ને જબાનમાં રાખે છે કાયમ ફરક,
હૃદયના ખરા ભાવોને એ સંતાડે પણ છે;

સારા છો તમે ત્યાં સુધી, કરતા રહો કહ્યું!
કહો જરા ના તો ઈજ્જત ઉછાળે પણ છે;

ઈચ્છા છે એવી કે કહી દઉં હું મોઢામોઢ,
પણ શું કરું? મન મારું પાછું વારે પણ છે;

સહન કરતાંયે, જો કહેવાઈ જાય સાચું,
તો, "વ્યોમ" એ પછવાડો બારે પણ છે;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111866345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now