છૂટાછેડા

‍છૂટાછેડા આ શબ્દ આપણા ગુજરાતીઓ માં બોલાય છે, હિન્દી માં તલાક, અંગ્રેજી માં divorce પરંતુ જયારે રીત રિવાજ મુજબ સપ્તપદીના ફેરા ફરી લગ્ન થતાં હોય ત્યારે આપણે એક શબ્દ બોલાય છે છેડાછેડી બાંધો અને આ બન્ને શબ્દો માં એક જ અક્ષર ઉમેરતાં કેટલું ઉંડાણ આવે છે, એક શબ્દ બે અલગ જીવ અને અલગ પરિવારને જોડવાનું કામ કરે છે અને જયારે બીજો શબ્દ બે જીવ એક થયા હતા એને અલગ કરવાનુ કામ કરે છે. આ એક ફકરો વાંચી એ તો કેટલો ભાવુક કરી દે, અને બીજી જ ક્ષણે જૉ મહિલાઓ એ વાચ્યું તો એ એમની આસપાસ ની સ્ત્રી અથવા એમનાં પર આ બન્ને શબ્દનો પ્રયોગ થયો હોય તો એ ચિત્કારી ઉઠે એમને જેટલો સમય એ શબ્દોમાં વિતાવ્યો હોય છે એ નજર સામે એક ચિત્ર જેમ ઘૂમવા લાગે છે અને જો પુરૂષ એ વાચ્યું હોય તો એ પીડા અનુભવી જાય છે. તો હવે સવાલ એ થાય છે કે જો બંને બાજુ એ પીડા જ છે તો જીવનમાં કયો શબ્દ અપનાવવો? છેડાછેડી કે છૂટાછેડા? જયારે પુરૂષ છૂટાછેડા લે છે ત્યારે એ છેડાછેડી પછી જો ત્રાસ આપવા બદલ એ છૂટાછેડા લે છે પણ સ્ત્રી એ તો કેટલું સહન કરી લે છે, આજના સમયમાં પણ ઘણી વખત સ્ત્રી એ છૂટાછેડા લેવા માટે નિર્ણય લીધો હોય તો એ છે એનાં સ્વમાન માટે પછી તો આમ પણ સ્ત્રીઓ બદનામ જ છે, સમાજ ભલે ગમે તેટલો સુધરેલ હોય પરંતુ ખાબોચિયા રૂપી માણસ તો આપણે જ છીએ.

અહીં એક વાત રજૂ કરી રહી છું જે મે સાંભળેલી અને વાંચેલ અને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે પોતાની જાતને એ જગ્યાએ રાખી કલ્પનાઓ માં અનુભવેલ. કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવ્યો કેસ જોઈએ તો હતો જ નહીં અને જોઈએ તો ઘણું બધું કહી જાય એટલું હતું , રિધ્ધિ ને વકીલ એ પૂછ્યું ક્યાં કારણે છૂટાછેડા લઈ રહ્યા છો? રિધ્ધિ એ એટલું જ કહ્યું માત્ર ને માત્ર આત્મસન્માન માટે, ત્યારે વકીલ એ પૂછ્યું લગ્નને કેટલા વર્ષ વીત્યા? રિધ્ધિ એ જવાબ આપ્યો ચાળીસ વર્ષ આ જવાબ સાંભળીને કોર્ટમાં હાજર બધાં અવાચક બનીને એકબીજાને જોવા લાગ્યા અને ગણગણવા લાગ્યા હતા, ત્યારે ફરી એક વખત વકીલ એ પૂછ્યું આટલા વર્ષ વીત્યા પછી divorce કેમ? અને રિધ્ધિ એ ફરી કહ્યું divorce નહી છૂટાછેડા . ત્યારે મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો રિધ્ધિ divorce કે છૂટાછેડા બોલે થવાનુ તો અલગ જ ને ત્યારે રિધ્ધિ એ જ જવાબ આપ્યો divorce માં લેણ દેણ થશે અને છૂટાછેડા માં કંઈ પણ લેણ દેણ નહી માત્ર ને માત્ર છુટકારો જે આટલા વર્ષ સુધીનો સમય પસાર થયો એ સમય માંથી આઝાદી, શબ્દો વડે થતો આત્મસન્માન પર ઘા અને એ ઘાવ ને ઋજવા ન દેવા એ અસહ્ય દુર્ગંધ મારતા સંબંધ માંથી મેળવતો છૂટકારો એટલે છૂટાછેડા.

શું આવો દુર્ગંધ મારતો સંબંધ ને પુરુષ કેવી રીતે હેન્ડલ કરે?
©️ હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Thought by હર્ષા દલવાડી તનુ : 111927663
Falguni Dost 2 weeks ago

ધારદાર..દમદાર

ADRIL 2 weeks ago

👌👌👌 આપણા સમાજમાં લોકો ને સંબંધ વગરનો પ્રેમ પોષાતો નથી, પણ પ્રેમ વગરના સંબંધ માટે જીંદગી હોમી દેવી હોય છે. 🙏🙏🙏

Falguni Dost 2 weeks ago

એકદમ સંવેદનશીલ રજુઆત... બે વ્યક્તિઓ વચ્ચે જો મન વગરનુ જોડાણ હોય તો સમયાંતરે એ અવશ્ય બંધનમા પરીણમે છે. અને બંધન પ્રેમનુ નહી ફક્ત ફરજનુ જ હોય ત્યા અવશ્ય તકરાર ઉદભવે છે. અને આ સંંબંધનો અંત છુટાછેડાથી થાય છે, અને જો દંપતીને બાળક હોય તો એ કારણ વગર સજા ભગવે છે. ખૂબ સરસ હ્રયસ્પર્શી વાત.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now