જે બીજાને જીતે એ વીર પણ જે ખુદને જીતે તે *મહાવીર* 🙏
જૈન ધર્મમાં ભગવાનને અરિહંત કહે છે, અરિ એટલે દુશ્મન - કામ, ક્રોધ, રાગ, દ્વેષ, માન, માયા, લોભ.. આ બધા આંતરશત્રુ ઓ ઉપર વિજય પામનાર અરિહંત મહાવીરને શત શત વંદન 🙏

જૈન માન્યતા પ્રમાણે, કોઈ પણ જીવ (અરે કીડી મંકોડા, વાઘ, સિંહ કે કોઈ પણ જીવ) પરમાત્મા બની શકે છે અથવા મોક્ષે જઈ શકે છે.
દરેક આત્મા, પરમાત્મા બની શકે છે. મહાવીરનો માર્ગ એટલે આત્માથી પરમાત્મા બનવાનો માર્ગ 👍👍👍

*મહાવીરનું જીવન એટલે ખુદ અહિંસાનો સંદેશ*

*જીવો અને જીવવા દો* - જો એમના આ message ને જીવનમાં ઉતારવામાં આવે તો દુનિયામાં કોઈ ઝગડા જ ના રહે.

*વાણી અને પાણી ગાળીને પીઓ* - જો વાણીને ગાળીને બોલીએ તો કેટલાય problems એમનેમ સોલ્વ થઈ જાય.

*અપરિગ્રહ* - અત્યારે એટલું બધું abundance છે કે અપરિગ્રહ ની અત્યારેજ જરૂર છે.

*સત્ય* - સત્ય ઉપર અસત્ય આટલું હાબી ક્યારેય નથી થયું. કાશ આપણે પણ મહાવીરની સત્ય ની વાણી સમજી શકીએ.

મહાવીરની ભાષા એટલે *પ્રેમની અને કરુણાની ભાષા*

આ બધી તો સામાન્ય વાતો છે, બાકી *કેવળજ્ઞાની (omniscient) ની જે જ્ઞાન સભર વાતોનું જો પાલન કરવામાં આવે તો મોક્ષમાર્ગ બહુ આસાન છે*

હે મહાવીર , બસ તારી કરુણા બધા ઉપર વરસાવતા રહેજો 🙏🙏🙏

મહાવીર જનમકલ્યાણક ની ખુબ ખુબ શુભકામનાઓ 🌸🌸

Gujarati Religious by Priten K Shah : 111928219
MONA 2 weeks ago

મહાવીર જન્મ કલ્યાણકની ખૂબ ખૂબ શુંભેચ્છાઓ 🙏💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now