કહ્યું હતું: "આપણે બંને સરખા છીએ,"
તો હું જ શું કામ કરું, તું જ સરખા કરી દે ને!
તે કહ્યું હતું: "જીવનમાં દુઃખ-સુખ જોશું સાથે,"
તો ચાલ, ફરીથી એ સંગાથ તું જ પાછો લાવી દે ને!
તે કહ્યું હતું: "બંને એકબીજાને સમય આપશું,"
તો મારા માટે થોડો સમય તું જ કાઢી દે ને!
તે કહ્યું હતું: "હંમેશાં રહીશું એકબીજાના,"
તો એ વાત સાચી કરીને, ફરીથી તું જ નિભાવી દે ને!
Heena gopiyani (Dhamak)
(આ કવિતા બીજા ની કવિતા પરથી
ઇન્સ્પાયર થઈને લખી છે)