નાનપણના ઘા સારા હતા,
ગોઠણના ઘા રૂઝાઈ જતા.
કાચા મનના એ સંસ્મરણો,
જીવનના સાચા પાઠ શીખવી જતા
સમયના વહેણમાં બધું બદલાયું,
નવા ઘા, નવી સમજણ આપતા રહ્યા.
નાનપણના ઘા સારા હતા,
ગોઠણના ઘા રૂઝાઈ જતા.
એ દર્દ તો ક્ષણિક હતું,
ખરા ઘા તો હૃદયમાં રહી જતા.
heena Gopiyani