કે આઠ મહિના પછી આજે સુગંધ માટીની આવી,
આવી હવા ગજબની ને સાથે વાદળ વીજળી લાવી,
લાગે છે આજે પહેલી વરસાદ આવી...
બારે નીકડિ જોઈયુ તો ભરેલું હતું પાણી,
ભીંજાઈ હતી શેરી અને વાદળળી હતી કાળી,
લાગે છે આજે પહેલી વરસાદ આવી...
થઈ છે આજે ખુશ ગજબની ખેડૂતોની ટોળી,
સાથે ખુશ છે બાળકો, અને સભણાય મોરની વાણી,
લાગે છે આજે પહલી વરસાદ આવી...
વાદળ રમે અહીં સંતા કૂકડી સાથે રમે છે પંખી,
અને સૂરજ જાણે લઈને આવે ઇન્દ્રધનુષ ની ચાવી,
લાગે છે આજે પહેલી વરસાદ આવી...
- ધરમ મહેશ્વરી