કે જે પોતાના બાળકો માટે આખી જિંદગી લડે છે,
એને તમે પૂછો છો કે પપ્પા શું કરે છે?
જે અખો દિવસ મહેનત કરી પેટ તમારું ભરે છે,
એને તમે પૂછો છો કે પપ્પા શું કરે છે?
જે દિવસ રાત એક કરી તમારું ભવિષ્ય ગડે છે,
એને તમે પૂછો છો કે પપ્પા શું કરે છે?
પપ્પાના પૈસાનું આઇફોન લઈ તું આખું બજાર ફરે છે,
અને પાછો પૂછે છે કે પપ્પા શું કરે છે?
એક દિવસ પપ્પા બની જો કેટલું મથવું પડે છે,
એટલે ખબર પડી જશે કે પપ્પા શું કરે છે?
- ધરમ મહેશ્વરી