લોક વાણી ભાગ. ૬
અજાણ્યા વ્હાલની એ અધિરાય છે.
સ્મરણમાં શબ્દ બની ને લહેરાય છે.
છોડવા મથો તો છોડી નહીં શકો,
વનમાં વચતી વેલીય વનરાય છે.....
ધારો કઈકને કંઈક હોય જુદું,
પ્રકાશે દીપ ને ઉડતું રહે ફુદું.
કંઈક પામવાનો એજ પમરાટ છે.
એવા જ એવા હોઈએ છીએ એવા,
ભટકો નહીં ભ્રમમાં કહો છો તેવા.
રહેશું તેમ રહેશું રસમ રહેવાય છે....
ભૂલો ના ભ્રમિત ભ્રમણા ના ભેદો,
અજ્ઞાન ના પડે છે અવિરત સેદો.
ભૂલાવે સાન ભાન શમણાં સેવાય છે...
ઓળખવા પણ કઠીન કહેવામાં,
તદ્રુપ તામાં તે જ મય રહેવામા.....
તર્કના તાણા માં સહુ તણાય છે....
મનરવ પણ એ અણઘડ અજાણ છે.
સુગમ લય મેળ
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા