ને એક ઘરડો આખલો બોલ્યો થોડુંક વેતન વધારો,
સત્તા ગયા પછી અમને ઓછો પડે છે ખાવા ચારો.
હરેક જગ્યા પર એમના નામના ઝંડા છે જોવો તો,
આ શહેરની ઘણી ભૂમિ પર રહ્યો છે તેમનો ઈજારો.
અનેક માસ્તરો કમી વર્તાઈ છે સરકારી શાળાઓમાં,
જો કહીએ ભરતીનું તો નેતાજી ની ઊંચો થાય પારો.
મોંઘવારી સોશિયલ મીડિયા પ્રમાણે છે નહી ક્યાંય,
તો પછી કેમ માગી રહ્યા છે નેતાજી વેતનમાં વધારો?
આઝાદી પછી તો છૂટા સાંઢ ની માફક ચર્યા છો તમે,
છતાં પણ હંમેશા "અમે ભૂખ્યા છીએ" એક જ નારો.
લૂંટી સંપત્તિ જગની, સાદગીના આવરણો પહેરી ફરે,
જમીન લીધી, દરિયો લીધો અને નથી છોડ્યો કિનારો.
તૂટેલા ચંપલ પહેરી ફરતા, આજે અબજોમાં રમે છે,
મનોજ રાજનીતિમાં ઈમાનદારીનું મૂલ્ય તમે વિચારો.
મનોજ સંતોકી માનસ