આજે બે સંતાનોની માતા ચંચળ બા હોસ્પિટલમાં એકલા દાખલ છે,
તેમની સાથે રહેનાર પણ કોઈ નથી
કેમ કે
બે દિકરાઓ માં એક દીકરો પરણ્યા પછી ઝઘડીને અલગ થઈ ગયો અને એક દીકરો જુગારી અને દારૂડિયો હતો જે જેલમાં છે.
એક સમયે ચંચળ બાની બાજુમાં રહેતી રાધા જેને કોઈ સંતાન ન હતું. તેને ચંચળ બા વાંઝણી નું મહેણું મારતાં અને તેને દૂર રહેવાનું તેમજ પોતાના ઘરમાં આવવા દેતા પણ ના હતા.
આજે એ જ પાડોશી રાધા ચંચળ બાનું પોતે ટિફિન બનાવીને હોસ્પિટલમાં પોતાના હાથે ચંચળ બાને જમાડે છે.
ચંચળ બાને ભીની આંખે 'વાંઝણી કોને કહેવાય' તેનો સાચો ભાવાર્થ હવે સમજાઈ રહ્યો છે.