*🙏પિતૃઓને નમન🙏*
તેઓ કાલે હતા,તો આજે અમે છીએ,
તેમના જ તો અમે અંશ છીએ.
અમને જીવન મળ્યુ એમનાથી,
તેમના અમે આભારી છીએ.
સદીઓથી ચાલતી આવી,
શ્રૃંખલા ની કડી અમે છીએ.
જોયા નથી અમે અમારા પૂર્વજોને,
પણ તેમના અમે ઋણી છીએ.
દેખાતા નથી તેઓ અમને,
પણ તેમની નજરોમાં અમે છીએ.
આપે છે સદા તેઓ આશિષ અમને,
ધન્ય છીએ તેમનાથી અમે.
આવો નમન કરીએ,આભારી થઈએ,
ક્ષમા માંગીએ, આશિષ માંગીએ પિતૃઓથી,
જેઓ અમારૂ ભલુ ચાહે છે,એમના જ અમે અંશ છીએ.
સર્વ પિતૃઓને શત શત નમન 🙏શ્રાદ્ધ પર્વ સૌને ફળદાયી નીવડે તેવી શુભકામના 🌹🌺🙏🙏