અનેક ભાષાને પાછળ ધકેલી આપે એ..
લાગણીની ભાષા
જે દરેકને સહેલાઈથી સમજાય છે!
બદલાતું હશે સમય સાથે બધું જ છતાં,
લાગણીની ભાષા રહે એકસમાન
હોય એ ક્રોધ, પરેજી, કે પછી અનહદ પ્રેમ
વર્તાય નજરમાં, ચહેરાના હાવભાવમાં.
શબ્દો ભરમાવી શકે પણ..
આંખો અવ્યક્ત લાગણી પણ કહી જશે
શર્ત બસ એટલી જ
લાગણી સમજવા તર્કને દૂર રાખવું પડે!
મૌન રહી ને મૌન ને સમજવું પડે!
દોસ્ત! જે જાણે લાગણીની ભાષા
એને જરૂરી નથી કોઈ અન્ય ભાષા.
- ફાલ્ગુની દોસ્ત