અંતર્મનનો સ્વીકાર
============
મનને મનાવી, આંખોને ઢાળી લીધી છે,
સપનું આવે પહેલાં, ઉંઘ ગાળી લીધી છે.
યાદોની ચાદર તાણી, મેં પથારી પાથરી,
દર્દને ઢાંકી રાખી, રાત ડોળી લીધી છે.
હસતા ચહેરા પર દુઃખનું સાગર છલકાયું,
હસે લોકો પહેલાં, આંખ છોળી લીધી છે.
જીવનના પ્રશ્નના ઉત્તર કૈ મળ્યા નથી"અતુલ",
પછી પોતાની જાતને ત્રાજવે તોળી લીધી છે.✍️ – અતુલ ભટ્ટી