જીંદગી આપણી હોય, કે પછી આપણા સંતાનોની, એટલું સમજી, સમજાઈ લેવું ખૂબ મહત્વનું છે કે, કોઈ એક કામ ક્યારેય પૂરી જિંદગી ના સુધારી શકે, પછી એ કોઈપણ પ્રકારનું મજબૂત કામ હોય કે પછી હોય સાચો કે ખોટો કોઈ શોર્ટકટનો વિચાર, એના માટે રોજેરોજ પ્રયત્નો કરવાની પૂર્વ તૈયારી રાખવી અતિ આવશ્યક છે, પછી ભલે એમાં ઓછી મહેનતે વધુ તક મળે, કે એ તકનો ફાયદો પણ અઢળક મળે, એ અલગ વાત છે. પરંતુ જીવીએ ત્યાં સુધી કામ કરવાની તૈયારી એજ એક માત્ર જીવન ધોરણ સુધારવાની ચાવી છે.
- Shailesh Joshi