Gujarati Quote in Poem by वात्सल्य

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ખેતરમાં તું કરતી'તી મજૂરી! એ નો હું,માલિક હતો.
આ ખેતરે દરરોજ આવતી'તી લઈ ભાતું,હું આરોગતો'તો.
મીઠુંડી મીઠુંડી કરતી'તી વાતો હું તો છાનો છાનો શરમાતો'તો!!
વરખડીના આ ઝાડે બાંધી હિંચક હું ઝૂલાવતો'તો.
પ્રેમથી વાઢતી'તી તું ઘઉં,બળબળતા બપોરે છોડી ભાત !
એકલો એકલો છાનો છાનો છોડી એ ભાતું ખાઈ જતો'તો.
ઉપવાસ અનેકવાર આમ તને પરાણે કરાવતો'તો.
ખીજવાતી ના કંઈ બોલતી,માત્ર હોઠે સ્મિત,એમ પજવતો'તો.
યાદ આજે આંખે તગતગે,ખેતર એજ બપોર બળબળતો !
શમણાંની વણઝાર આજ઼ કેટલું પરેશાન હું કરતો'તો!!
કયારેય કોઈ ફરિયાદ ના બદલાની ભાવના! સમજતો'તો.
હે ! ગૌરી! હું,ઉભો એ ખેતર વચાળે!જ્યાં પ્રીત તારી પામતો'તો.
વાત્સલ્યે વ્હાલ કરતી કલકલ કરતી કાલિન્દી શાંત આજ નિહાળતો'તો.
- વાત્સલ્ય

Gujarati Poem by वात्सल्य : 112019926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now