https://whatsapp.com/channel/0029Vb7K0LDDOQIXMQrONe0k
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી નેલ્સન મંડેલા એકવાર તેમના કર્મચારીઓ સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ઓર્ડર આપી ભોજન આવે તેની સૌ રાહ જોતા હતા.
તે સમયે જ સામેના ટેબલ ઉપર બેઠેલો એક વ્યક્તિ પણ ઓર્ડર આપી રાહ જોતો બેઠો હતો. નેલસન મંડેલાએ તેને જોયો અને તેમના સુરક્ષા કર્મીને મોકલી પેલા વ્યક્તિને પોતાના ટેબલ ઉપર આવી ડિનર કરવા આમંત્રિત કર્યો.
તે વ્યક્તિ ત્યાં આવીને ચુપચાપ બેસી ગયો. જમવાનું પીરસાયું.. બધા જમવા લાગ્યા. પેલા માણસે પણ જમવાનું શરૂ કર્યું, પણ જમતી વખતે તેના હાથ સતત ધ્રૂજતા હતા.
તેણે એકપણ વાર નજર ઊંચી કરીને જોયું નહીં. તે ફટાફટ ભોજન પતાવીને માથું ઝૂકાવીને રેસ્ટોરન્ટમાંથી નીકળી ગયો.
તેના ગયા પછી મંડેલાના સુરક્ષા અધિકારીએ કહ્યું કે "તે વ્યક્તિ બીમાર હોય તેમ જણાતું હતું, જમતી વખતે સતત તેના હાથ ધ્રુજતા હતા, અને પોતે પણ આખો કાંપતો હતો.."
મંડેલાએ કહ્યું - "ના, તેવું નથી. હું તેને ઓળખું છું.. હું જયારે જેલમાં હતો ત્યારે તે ત્યાંનો જેલર હતો. તે દરરોજ મારા ઉપર ત્રાસ ગુજારતો. હું પીવા માટે પાણી માંગુ તો તે તેમાં પણ પેશાબ કરીને આપતો.
હવે હું રાષ્ટ્રપતિ બન્યો છું, તો તેને એવું લાગ્યું કે હું કદાચ તેની સાથે પણ તેવી રીતે જ વર્તીશ. પણ મારું ચરિત્ર તેવું નથી. મને લાગે છે કે વેરની ભાવનાથી કામ કરવાથી વિનાશ જ થાય છે.
જયારે ધૈર્ય અને સહિષ્ણુતાની માનસિકતા આપણને વિકાસ તરફ દોરી જાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે નફરતથી ક્યારેય દ્વેષનો નાશ નથી થઈ શકતો, નફરતને હંમેશાં પ્રેમથી જીતી શકાય છે.."✨હરેકૃષ્ણ"