Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે ભોળાનાથ ભક્તભયહારી,
શરણાગતને સ્વીકારોને.
આવ્યા દ્વારે દીન બનીને,
આશરો એક તમારોને....1

જગની આંટીઘૂંટીમાં ભૂલ્યા,
ચપટી પામી કેટકેટલા ફૂલ્યા.
ના સ્મરણ સદાશિવનું કીધું,
ના જીવનભાથું બાંધી લીધું.
અંતર્યામી હે અવિનાશી
રાહ ભૂલેલાને સંભાળોને...2

ભૂલો અમારી પારાવાર પ્રભુ,
દોષો અમારા છે હજાર શંભુ.
હેત હૈયાનું હરજી નિરખજો,
ક્ષમા શિવશંકર આપજો રે.
આરઝૂ અંતરની લઈ ધ્યાને,
ભવજળ પાર ઊતારોને....3

તારણહાર છો કૈંકને તાર્યા,
અધમ પાપીનેય ઉધાર્યા રે
એક શું ભારી નાથ તમને,
એક આશા તમારી અમને.
હે શશિશેખર હે દયાનિધિ,
ભક્તિ અનપાયિની આપોને..4

- ચૈતન્ય જોષી.  'દીપક 'પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112029360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now