મહિનામાં એકાદ દિન એવો ખાસ રાખીએ.
એ દિવસે સૌ મોબાઇલનો ઉપવાસ રાખીએ.
સવારથી સાંજ અને રાત્રિ લગી છે જોડીદાર,
ભૂલી જઈ એકાદ દિ' જીવન પ્રવાસ રાખીએ.
કોઈ બાબતનો અતિરેક આફત નોતરે જરુર,
મોબાઇલ પૂર્ણિમા મેલી રખેને અમાસ રાખીએ.
કોણ કોના માટે છે એ નક્કી કરવું મુશ્કેલ લાગે,
માણીએ નિસર્ગને પ્રકૃતિનો સહવાસ રાખીએ.
મર્યાદિત ઉપયોગ જરૂરી છે એની ના નહિ ખેર!
મોબાઈલને મળે છુટ્ટી એક દિ' એવો માસ રાખીએ.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.