" ૨૪ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ "
ઈડરિયા ગઢની..,
લીલીછમ ડુંગરોની કોતરમાં
તારો સાદ મને સંભાળાય ક્યાં ?
છાનો છૂપો સંતા કુંકડી રમે...
વગડે વગડે ઘડીક ગોતવા કાઢે.
દૂર દૂર સંતાવાનો ઢોંગ કરે
ઝાડની ડાળી ડાળી થપ્પો કરે
તારો ખાલીખમ પ્રેમ મને ...,
લાગણીના વહેણમાં ખેંચતાણ કરે
હૃદયના ધબકારા વધારીને
પ્રત્યેક્ષ રૂબરૂ મળવમાં,
એક-બે નહીં પણ લાખો બાના કાઢે
તારા હાચા,ખોટા વાદા મને..,
આજકાલ ઈડરિયા ગઢ પર
હેડતા , ચઢતા ધૂંધળા લાગે
નીચે ઊતરતા-ઊતરતા,
આંખોમાં ભ્રમના ટેકરા લાગે.
તારો ખાલીખમ પ્રેમ મને...
©®- શેખર ખરાડી, ઈડર , ગુજરાત