⚜️ " પ્રણયના પ્રભાવ " ⚜️
ઉઝરડા ના થયા છતાં પણ ઘાવ ઊંડા થયા.
પ્રણયના આ હૃદય ઉપર પ્રભાવ ઊંડા થયા.
એ તો બસ જરા સ્મિત વેરીને જ જતાં રહ્યાં,
ને એમની યાદોના દિલમાં પ્રતિભાવ ઊંડા થયા.
કિનારે બેસીને એ તો ફક્ત વિચારતા જ રહ્યા,
ન એ ડૂબ્યા કદી, ન એમના તણાવ ઊંડા થયા.
સમય બદલાયો સાથે બદલાઈ ગયા વિચારો,
અમારા પ્રત્યે પ્રેમના હવે બદલાવ ઊંડા થયા.
ઝુકાવી દીધું આખું "વ્યોમ" એમના ચરણોમાં,
એમના પ્રત્યે અમારા પ્રેમના ઝુકાવ ઊંડા થયા.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.