શકિતશાળી Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

શકિતશાળી Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful શકિતશાળી quote can lift spirits and rekindle determination. શકિતશાળી Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

શકિતશાળી bites

#શકિતશાળી સમયથી શક્તિશાળી બીજું કોઈ નથી કારણકે ,જો સમય સારો તો બધા આપણા હોય છે, અને જો સમય ખરાબ આવે તો આપણા આપણા નથી હોતા .

કેમ‌ બદલાય છે તારી ફિતરત.
નથી હું એટલો #શકિતશાળી .
કે કરી શકું હું તને નફરત....

#શકિતશાળી

હું મારા જીવનના અનુભવ પરથી કહું છું શક્તિશાળી સૌથી વધારે સમય હોય છે. જો તમારો સમય સારો હોય એટલે તો દરેક વસ્તુ સારી થાય છે,પણ જો તમારો સમય બદલાય ત્યારે દરેક સારી વસ્તુ પણ ખરાબ લાગતી હોય છે.

એવું કેમ ચલો હું સમજાવું.. જીવનમાં સારો સમય હોય ત્યારે ચારે બાજુથી વાહ..વા.. થતી હોય છે. દરેક જગ્યાએ પ્રશંસા અને વખાણ થતા હોય છે. પોઝિટિવ એનર્જી નો આપણા જીવનમાં સંચાર થતો હોય છે. ના મારે એનાથી વધારે સારું કામ કર વુ છે.. હજુ એના ઉપર હું વધારે સારું કામ કરી શકત.. આ કામ તો હું જ કરી શકીશ.. મારો સૌથી પૂરેપૂરો સમય અને મહેનત આ કામ પાછળ આવી છે.. વગેરે વગેરે.. તે સમય એવો હોય છે કે સાહેબ તમે વિશ્વાસ નહીં કરો "એક કાગળનો ટુકડો ફેકો તો એ પણ સોનાનો થઈ જતો હોય છે" એટલી એ કનટેન વિષયવસ્તુમાં તાકાત હોય છે. કાગળ લખાણની કિંમત પણ લાખોમાં આપણને મળી શકે.

સમય વ્યક્તિને શીખવાડે છે, સમય વ્યક્તિને ભુલાવે છે ,સમય વ્યક્તિને સાચી ઓળખાણ કરવાની શક્તિ આપે છે. ક્યારેક સમય હસાવે છે ક્યારે રડાવે છે અને સારા સમયમાં આપણા દ્વારા કરેલુ અભિમાન એ ખરાબ સમયમાં ચોક્કસથી આપણને યાદ આવે છે. જો સારા સમયમાં આપણે બીજાને મદદરૂપ થયા હોય, કોઈને કંઈ શીખવાડ્યું હોય, ક્યાંક સારી બાબત ના વખાણ કર્યા હોય અને ક્યાંક ખોટા વર્તનનો ટકોર કર્યો હોય.આ સર્વે વસ્તુ ની નોંધ ઈશ્વરના ત્યાં તો લેવામાં આવે છે. પછી એ બધી વસ્તુ તમારા ખરાબ સમયમાં કામ આવે છે. તમે ગમે તેટલા શક્તિશાળી હોય ને પછી ખરાબ સમયમાં તમારા પહેરેલા કપડા પણ તમને સાથ નથી આપતા તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સદામ હુસેન સાહેબ નો સમય હતો ને ત્યારે એના ત્યાં સંડાશ બાથરૂમ નળ સોનાના અને જ્યારે ખરાબ સમય આવ્યું તે આપણે બધાએ જોયું.

મારો કહેવાનો મતલબ એ છે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે હળી-મળીને સારા સમયમાં અને ખરાબ સમય રહેવું જોઈએ. ક્યારેક કોઈ વ્યક્તિ સારું કરે ને તો તેની દિલથી પ્રશંસા કરવી જોઈએ ક્યારેક કોઈ નાના માણસ પણ મોટું કામ કરી જાય છે.. ક્યારેક મોટો માણસ મોઢું સંતાડીને કામના સમયે ચાલ્યો જાય છે..

કબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ..

અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર પણ યુદ્ધમાં હારી ગયો.. એ ધનુષ્યને એ જ બાણ હતો.. તેનો સમય માત્ર ખરાબ હતો.

આમ સમય ખૂબ જ શક્તિશાળી હોય છે. સમયનું સન્માન કરો અભિમાન નહીં..


આભાર સહ
સુનિલ કુમાર શાહ

સ્ત્રી પોતે શકિતશાળી અને સર્વગુણ સમ્પન્ન છે

એ પુરવાર કરવાની જરુર જ નથી,

જે સ્ત્રી નુ સન્માન નથી જાળવતા એમને માત્ર એક જ દિવસ એ સ્થાન પર રહી બધી જવાબદારી નિભાવવાની ફરજ પાડો,

બધુ જ આપમેળે સમજાય જશે.


#શકિતશાળી

એક શક્તિશાળી યોદ્ધા બનવા શસ્ત્રોની શું જરૂર..?

જ્યાં લાગણીઓનો પ્રવાહ જ પ્રચંડ હોય...

- પરમાર રોહિણી " રાહી "

#શકિતશાળી

જીવન અને વ્હેવાર ની આ અજીબ ભૂલભૂલવણી મા

તમે જરાક પણ કાચા પડો એટલે

લોકો તમને તરત જ ફાડી ખાય.

એટલે જ તન,મન અને ધન થી શકિતશાળી અને ચતુર બનવું ખૂબ જ જરુરી છે.🙏🏻



#શકિતશાળી

મોટી લાગણી એકાદ મેં સાચવી રાખી
તને કહેવાય એ વાત તો હું શક્તિશાળી

- જયદેવ પુરોહિત

❤️❤️❤️❤️❤️❤️


#શકિતશાળી

જીવનના મધ્યાન્હમા હલેશા બની,
મઝધાર પાર કરાવે તે સાચો સાથી,
અંધારી રાતમાં આગિયા બની,
રસ્તા પર અજવાળું પાથરી દે તે સાચો સાથી,
ધોમધખતા તાપમાં હાથની છત્રી બનાવી,
છાંયો કરી દે તે સાચો સાથી,
આંસુ લૂછવા રૂમાલ નહીં પણ,
પ્રેમ ભરી આંગળીઓનો સ્પર્શ દે તે સાચો સાથી,
જીવનની પાનખરને નવપલ્લિત વસંતઋતુમાં,
ફેરવી દે તે સાચો સાથી,
મારા હર્યાભર્યા બાગ(પરિવાર)ને,
શક્તિ નું સિંચન કરી મહેકતું રાખે,
તે મારો શક્તિશાળી સાચો સાથી.

#શકિતશાળી

"શક્તિશાળી મનુષ્ય તેજ છે જે પોતાની શક્તિનો સદુપયોગ બીજાની ભલાઈ માટે કરે"
મનોજ નાવડીયા

#શકિતશાળી